હસવાનો હાહાકાર તારામાં થયો છુ,
રડવાથી રોતડીયો મારામાં થયો છુ,
તારી સોબતનો હેવાયો થયો છુ,
તુ ફુલ જેવી હુ તારી સુગંધ થયો છુ,
પ્રણય તારોને મારો બેઉનુ વસ્ત્ર થયો છુ,
તારી સોબતનો આશિક થયો છુ,
છે રસ્તો સિધો રાહબર તારો થયો છુ,
જમાના થી અલગ કેમ પરાયો થયો છુ,
તારી સોબતનો જાણે પડછાયો થયો છુ,?
લોકોના અવલોકને હુ વિસ્તૃત તારો થયો છુ,
સંક્ષેપમાં કહે લોકો સાપેક્ષ તારો થયો છુ,
તારી સોબતનો હવે સંબંધી થયો છુ,
'વિજ'અક્ષરો વીણી વીણીને કવિતા થયો છે,
શબ્દોના પ્યાલા ભરી ભરી શબ્દાસાગર થયો છુ,
તારી સોબતમાં કલમને પ્યારો થયો છુ,....
#વિજુ_ ❤