કબરમાં દફનાયેલી મેં એક ઔરત જોઇ હતી,
વસંત સાથે વાત કરતી એક ઋતુ જોઈ હતી.
એમ કાઈ મેવાડે શુરા પાક્યા નથી
મધ્ય રાત્રીએ ' માં ' એ સિંહણ દોઈ હતી.
દાજ્યું હતું દૂધ છાતી એ અકબર ની માં નું
શિવાને જોઈને અફજલની માં પણ રોઈ હતી.
એમ કઈ શુરા કોખે અવતરતા નથી ,
જીજાબાઈના કોખે શિવાએ વાટ જોઈ હતી.
મેવાડે પાકે રાણો, મરાઠે શિવાજી મહારાજ
એક પાક્યા સરદાર , ત્યારે જોઈ ગરવી ગુજરાત.
મયંક પટેલ :- વદરાડ