ગઝલ
ખુલ્લી હથેળી હોય ને એમાં કશું ન હોય.
ઝંખો તમે જે સ્વપ્નમાં એવું બધું ન હોય.
તું આપ એ પર્યાપ્ત છે જીવન જરા-જરા,
ઈચ્છા અમારા જીવની એથી વધું ન હોય.
છે જાતનો વિષય અને જાતે જ ચર્ચવો,
દરમ્યાન કોઈ બેઉની એમાં બીજું ન હોય.
નીચે રહે જો શ્વાન તો ગાડુંય શું કરે,
છે વાત પોતાની અને પોતાપણું ન હોય.
પામી શક્યો નથી કદાચિત તત્ત્વ પ્રેમનું,
માણસ નહીંતો આટલો પામર હજુ ન હોય.
કવિ સ્નેહલ_જોષી