"જો પંખી ની જેમ બે પાંખો મળી જાય,
તો આ આકાશે ઉડવા ને ઉતાવળે છું,
અને જો માછલી ની જેમ તરવામાં ફાવટ અવી જાય,
તો પેલા વિશાળ સમુદ્રૉ ને ચિરવા ને ઉતાવળે છું.
જો માં નો વહાલ ભર્યો ખોળો મળી જાય,
તો એમાં માથું ટેકવીને હજારો સપના જોવાને ઉતાવળે છું,
અને જો પેલા પર્વતોથીય ઊંચો પપ્પા નો ખભો મળી જાય,
તો આ આખા જગત ને નિહાળવા ને ઉતાવળે છું.
અને અંતે
જો મારા લંગોટીયા દોસ્તો મળી જાય,
તો આ દુનિયામાં રખડવા ને ઉતાવળે છું...."
- JP સાહબ