મનનું શું છે એતો ક્યારે કોનુ થાય ખબર નથી ?
હા પણ પ્રિતની રીત છુપાઈ પણ નથી રહતી,
મનનું શું છે એતો ભટકતું રહે છે આમ તેમ ?
હા પણ પ્રિતમાં તો ચિત્ત પોવાયેલુ રહી જાય છે,
મન નું શું જ્યાં મિઠાસના બોલ સંભળાય ત્યાં જાય,
હા પણ પ્રિતમાં તો ક્તાક્ષ પણ વાહલો લાગે છે,
મનનું શું એતો લાલચે કોઇનું કાઈ લુંટી પણ જાય,
હા પણ પ્રિતમાં તો સામા લુંટાઈ જવાય,
મનનું શું એતો વિશાળ દરિયા જેવુ થઈ જાય,
હા પણ પ્રિતતો અનંત આકાસ જેવુ થઇ જાય,
મનનું શું છે એતો ચંચળતાનું સ્વરૂપ ,
હા પણ પ્રિતતો છે શિતળતાનું સ્વરૂપ,
શું શક્ય છે મન અને પ્રિત બન્ને એક સમાન રહે ?
હા જો એવું બને તો મન પ્રિતમાં પોવાઈ પણ જાય ,
જો મન પ્રિતમાં લાગી જાય તો શું થઈ જાય ,
ના શક્ય હોઇ એ બધું જ શક્ય થઇ જાય,
..... હિના પટેલ ....