તારી સાથે...
હા, મારે બસ તારી સાથે જીવી લેવું છે.
મારી દરેક નાની નાની ખૂશીનું કારણ તને બનાવું છે,
મારી એ દરેક ખૂશીઓને તારા સંગાથે માણવી છે.
મારે બસ, તારી સાથે જીવી લેવું છે.
મારે દરેક મસ્તીઓમાં અને જોકસમાં મારે તને હસાવું છે,
તને હસતી જોઈ મારે જીંદગીની સુંદર પળોને માણી લેવી છે.
મારે બસ, તારી સાથે જીવી લેવું છે.
મારે મોબાઈલની એ દરેક ગેમમાં તારી સામે હારવું છે,
અને તારી એ જીત ની ખૂશીમાં મારે ખૂશ થઈ જવું છે,
મારે બસ, તારી સાથે જીવી લેવું છે.
મારી દરેક પરેશાનીઓ તને કહી તારી પાસેથી સોલ્યુશન મેળવવું છે,
તારી સંગાથે મારે એ બધી જ તકલીફોને દૂર કરી દેવી છે.
મારે બસ, તારી સાથે જીવી લેવું છે.
મારા દૂ:ખમાં તારા ખભા પર માથું રાખી રડી લેવું છે,
તારા આસુ લૂછવાના એ અંદાજ ને માણી લેવો છે.
મારે બસ, તારી સાથે જીવી લેવું છે.
તું બસ એક કદમ માંડી દે મારી સંગાથે,
મારે આ દુનીયારૂપી ભવસાગર તરી જવું છે.
મારે બસ, તારી સાથે જીવી લેવું છે.