ક્યાં ખૉવાઈ ગયુ છે હસતું-રમતું બાળક
બસ યાદ બની ગયુ છે અંદરનું બાળક
ઝંઝટ ઘણી બધી છે એટલે જાગતુ નથી
નિંદ્રાહીન પણ સુતુ રહે છે અંદરનું બાળક
સ્વાર્થવિહીન પ્રેમનું હકદાર હતું નાનપણે
હવે કેમનું માને રિસાઈ ગયુ છે અંદરનું બાળક
હું મનાવે રાખુ અને સમજાવે રાખું છું
સમજદાર થ્ઈ ગયુ છે , અંદરનું બાળક
ખેર , જેવુ છે એવું હજુ જીવે તૉ છે "ઉપેન"
ક્યારેક-ક્યારેક ખીલે છે અંદરનું બાળક
" ઉપેન"