નામ ચિત્રલિપિ માં ઢાળવાંનુ,
તારૂ એ કૌશલ્ય ગમે છે...
અભણ-ભણેલ ની ચર્ચા કરતા,
રોજ તારી પાસે કંઇક ભણવુ ગમે છે...
Emoji નો ઢગલો કરી ને,
તને હેરાન કરવુ ગમે છે...
જયારે જયારે તુ કંઈ ટાઈપ કરે તો,
typing... typing... વાંચવુ ગમે છે...
તારી સાથે વાતો કરતા,
સમયનુ ભાન ભૂલવુ ગમે છે...
મળીએ ભલે બે ક્ષણ માટે પણ,
પણ રોજ તમને મળવુ ગમે છે...
પહેલાં કયાં લખતી રોજ કવિતા,
તારા માટે લખવુ ગમે છે...