રોજ લખું કવિતા ને તું વાંચીને શરમાય છે,
મનમાં મલપતાં સપના કેમ શરમાય છે.
ઊંડે ઊંડે મારી પ્યાસ તને તડપાવે છે,
અતૃપ્ત આત્મામાં પડઘા કેમ દબાય છે.
આંખોમાં તારી તસવીર રાખી નીરખું છું,
નિત્ય બે શબ્દોથી આખો દા ડો કેમ કાઢું છું. !?.
મૌન હું રાખી આત્માને સજા આપું છું,
સત્ય નિષ્ઠાથી પરીક્ષા રોજ આપું છું.
પાસ કે નાપાસ થાવ તેની પરવા હું નથી કરતો,
અઝીઝ અર્જુન બની આકરી કસોટી આપું છું.
ભાટી એન અઝીઝ