મીંરાએ શ્યામ તને ઘૂંઘરૂથી બાંધ્યો
ભકત નરસૈયાએ તને કરતાલે બાંધ્યો
ભકતોએ. શ્યામ. તને ભજનોથી બાંધ્યો
સુદામાએ. તને. મૈત્રીથી. બાંધ્યો
પાંચાલીએ પાલવના તાણામાં બાંધ્યો
રાધાએ હૈયાના હેત વડે બાંધ્યો
મેં તને પાંપણના ઝૂલે
આંસુની દોરે. ઝૂલાવ્યો
શ્યામ તું ન આવે તો મારા સમ છે
મારા જીવતરના. ઝાઝાં. ઝુહાર છે!