ગઝલ
સો ટકા એ માનવી સારો હતો,
વાંક એનો એટલો, સાચો હતો.
આવતીકાલે ત્યાં મંદિર થૈ' જશે,
બંદગી જ્યાં હું સદા કરતો હતો.
જાંણવા મળ્યું દફન કર્યા પછી,
માનવી માટીનો એક ગારો હતો.
ભાઇચારો, દોસ્તી,ના ભેદભાવ,
આ અલંકારોમાં દેખાતો હતો.
છેવટે નિર્માણ પામી ઓરડી,
આ જગ્યાએ ગામનો ચૉરો હતો.
શક થયો શ્રદ્ધાને એ વિશ્વાસ પર,
વાતે વાતે ખૂબ સમ ખાતો હતો.
તોડતાં તોડી ગયો દિલ આખરે,
યાદને વળગીને પસતાયો હતો.
એનો"સિદ્દીક"મુખનો રંગ ઊડી ગયો,
મુજથી નહી પણ શેરથી વાંધો હતો.
સિદ્દીકભરૂચી.