ઈશ્વરો ગાયબ થયા છે માણસોની ભીડમાં
માણસો ખોવાઈ ગ્યા છે ઇશ્વરોની ભીડમાં
લાખો લોકો પૃથ્વી ઉપર નામ લખતા જાય છે
મારી સહી ક્યાં શોધશે હસ્તાક્ષરોની ભીડમાં
એકબીજાને જુએ છે લોકો ત્રાંસી આંખથી
હું ય ક્યાં આવી ચડ્યો શંકાસ્પદોની ભીડમાં
તીરની માફક ખૂંપીને ક્યારનો બેઠો છું અહીં
શું મને શોધ્યા કરે છે કરવતોની ભીડમાં
-ઈશ મેહુલ પટેલ