અણગમતી આ જિંદગી જીવાય કેમ?
કોઈને પરાણે આમ ગમાય કેમ?
મહોંરા ઉપર મહોરું પહેરીને હવે,
પ્રેમમાં કોઈપણ રમત રમાય કેમ?
ઊર્મિઓનો મેળો જામ્યો છે જ્યાં,
એ અંતરમાં લાગણીઓ સમાય કેમ?
નતમસ્તક થઈ જેમને પૂજ્યા હતા,
શિશ કપાવા એમને નમાય કેમ?
જાનવરોને જ્યાં મનુષ્યનો ભય હોય,
એવા તે વનવગડામાં ભમાય કેમ?
વારંવાર પકડવા છતાં છૂટી જાય,
એવા માલા હાથને થમાય કેમ?
તમન્ના (JN) જીજ્ઞા નરોત્તમો. લંડન