ગઝલ..
આંખ એકાએક ઓચિંતી ભરો એવું બને?
સહેજ ચાલીને તમે પાછા ફરો એવું બને ?
આવવાની ઝંખના હોવા છતાં આવ્યા નથી ,
ક્યાંક પાછા એ જ ઈચ્છાને વરો એવું બને ?
ક્યાં કદીયે એક સાદે કોઈ પ્રશ્નો સાંભળ્યા ?
જીવતા જીવે અહમથી પણ ડરો એવું બને ?
હું સમી સાંજે સમયને શોધવા પાછો ગયો,
જિંદગીને આપ પણ શોધ્યા કરો એવું બને?
આમ તો "ભીનાશ" જેવું ક્યાં હતું વાતાવરણ
તોય ફોટા આંસુના સામે ધરો એવું બને?
-શૈલેષ પંડ્યા ભીનાશ