છે ઘેલું એટલું જ, સહેલું છે,
કામ તારી યાદ નું , પહેલું છે;
વિચારોમાં મગ્ન ચિત્ત, સદાય,
સંકલ્પ વિકલ્પ માં , ભરેલું છે;
દર્દની મહેફીલ સજાવી, શમ્મા,
પતંગાને કહેણ ,સદા મળેલું છે
જૂદાઈ હોય, કબર કે સ્મશાને,
આત્મામાં ચૈતન્ય તો ભળેલું છે;
મળશે આનંદ સદૈવ ,મલકતા જ,
સહજતા માં સમ્યક , કહેલું છે;
=