રેલાતું અવિરત જાય છે, આ નૂર જોને,
દ્રશ્ય દ્રષ્ટિ દ્રષ્ટા ભાવ ,એક કરીને જોને;
વિલસી રહ્યું છે તારું જ સ્વરૂપ આનંદ,
એક માં અનેકને, એક સ્વરૂપ માં જોને;
દર્દ ઝખમોને બધી જ પીડાઓ મટી જશે,
મરહમી અંદાજ દીલથી, જરાક તું જોને;
હું તું ને તારું મારું સહિયારું સૌ વિશ્વમાં,
અંતકાળે છુટી જાય છે , સઘળું એ જોને;
પ્રેમ સ્વરૂપ અનંત છે, ત્યાગી ને ભોગવવું,
આનંદ બેહિસાબ ખૂદ માં, બરાબર જોને;