"હરિ નીરખવા"
આ મેઘ વરસે ઝરમર નીર હરિ નીરખવા,
આ ધરા એ ઓઢ્યા ચીર હરિ નીરખવા ,
આ મયુર નાચે સોળ કળા ઉમંગ હરિ નીરખવા ,
ટેહૂક ટેહૂક સૂર મળે સંગ હરિ નીરખવા,
તા તા થૈ થૈ મોર બપૈયા હરિ નીરખવા,
કૂહુ કૂહુ બોલે કોયલિયા હરિ નીરખવા,
આ લીલૂડી ધરતી મલકાઈ હરિ નીરખવા,
ને પવન ની બાજે શહનાઈ હરિ નીરખવા,
નદી ઝરણાં ગાએ સરગમ હરિ નીરખવા,
બાજે પંખીઓ ની પડઘમ હરિ નીરખવા,
કરે ભમરાઓ ગીત ગૂન્જન હરિ નીરખવા,
મહેકે માટીની મીઠી સુગંધ હરિ નીરખવા,
ભીન્જાય માનવી ના મોઙઘા તન-મન હરિ નીરખવા,
"ગીતા" ઊછળે ખુશીઓમાં કણ-કણ હરિ નીરખવા.......