તું ના હતી ત્યારે છતાં અજવાળે અમાસ જેવું હતું
સાથે હોય બધાં છતાં ક્યાંક એકલતા જેવું હતું
તું ના હતી ત્યારે વગર અવાજ ના પાયલ જેવું હતું
હોય શાંત બધું, છતાં ક્યાંક ઘોંઘાટ જેવું હતું
પૂનમ ના પૂરા ચાંદ માં પણ ક્યાંક અધૂરા જેવું હતું
દિવાળી ની એ રોશની માં ક્યાંક અંધારા જેવું હતું
લખતો હું ઘણું બધું તારી યાદ માં "કાળી",
છતાં પણ ક્યાંક ઉણપ જેવું લાગતુંહતું....