આવીશ ને....?
બોલ તારો ફોગટ કેમ જશે?
ચાલ, કહીદે એ પળે આવીશ ને?
આ હૃદય ઝંખે તને ને નયન તરસે તને,
એ તરસ છીપાવવા આવીશ ને?
આ શ્વાસ જો થંભે અને તડપે તને,
જીવ જાતા ખોળીયે અટકે અને,
આશ મારી આખરી એકજ હશે,
વિદાય દેવા અંતિમ પળે આવીશ ને?
આખરી પળે તને જોઇશ હું,
ને સ્મૃતિના દ્વાર સૌ ખુલી જશે.
જ્યોં હૃદય હસતા મુખે અર્પણ કર્યું.
જીવ સાથે સઘળું સમર્પણ કર્યું.
હું જ મારો ના રહ્યો ને..........
સ્વર્ગ સમા સુખ નું દર્શન થયું.
પછી.......
લાગી નજર કોની હશે શી ખબર?
ખૂની ખજરે તમે કોતરી ક્લેજા નું તર્પણ કર્યું.
જનમો જનમ ની ફરિયાદ તને કહુંછું પ્રભુ,
જો તૂટવાનું જ હોય જો નસીબ તો,
ફટ રે ! ભૂંડા એ કાળજું શીદને ઘડ્યું?