એ જ બસ હાલ ચાલ છે જાનમ,
કેમ માનું ,કમાલ છે જાનમ !
કેમ સઘળું ય માને છે મારું ?
રોજ ઉઠતો સવાલ છે જાનમ .
કોઈ અંગત જરૂર હશે પાછળ
બાકી કોની મજાલ છે જાનમ .
જે બચ્યાં તે સ્મરણ લઈ લ્યો ને ,
શું કરે ભાવ તાલ છે જાનમ !
તું લખી દે ને આંખમાં તારી ,
વાંચવી શું ટપાલ છે જાનમ !
પીયૂષ પરમાર ,