શું લખું, શું ના લખું સમજાય નહીં.!
એજ કારણ,લખવાનું મન થાય નહીં.
જાત ઘસ્યાનો જ આ ચળકાટ છે,
કોહિનૂર સીધો કદી સર્જાય નહીં.
ઓગળીને એકરસ થાવું પડે,
સ્નેહ ઉપલકિયો કદી દેખાય નહીં.
દ્રાર ખખડાવે ખુશી આવી ઊભી,
કોઈ વાતે આ ઉદાસી જાય નહીં.
છે કલમની ધારની કારીગરી,
શબ્દ સોડમ આફૂડી ફેલાય નહીં.
-અશોક વાવડીયા
છંદ= રમલ બહર નો ૧૯ માત્રા
ગુજરાતી શબ્દો
ગાલગાગા ગાલગાગા ગાલગા
અરબી શબ્દો
ફાઈલાતુન ફાઈલાતુન ફાઈલુઈન