પતંગિયું
હું નાનું પણ મોટું
રંગ અનેકોઅનેક
મારા જેવા રંગો ..
ન કોઈને અંગ...!
મને અહીં ઉડવાની
ત્યા જઈ બેસવાની
ખૂબ જ મજા કરવાની
ડોલું હુ ફૂલો ને સંગ....!
નાના મોટાં સર્વનુ
મન હું લોભાવું
મને પકડવા તો
સૌ કરે હોડ ને જંગ..!
હાથ ન આવું હું
જઈ બેસું ગુલાબે
જે ચાચા નહેરૂને કોટે
શોભે ને હસે મંદ મંદ...!
બાળ ગોપાળ આજ
ચાચા નેહરૂની જન્મજયંતિ
જે છે આપ સર્વનો ....
*બાળ દિન*
સૌ મનાવો તેને સંગસંગ...!
જયશ્રી પટેલ
૧૪/૧૧/૧૯