હું છું જેવી અંદર એવી બહાર ભાસુ છું
હું ખુદને જ ક્યાંક આરપાર ભાસુ છું
બહારી તડકો કદી સૂકવી નહિ શકે
ભીતરની ભિનાશને લગાતાર ભાસુ છું
વિકસી શકી નહિ દુનિયાની ગણત્રીએ કદી
શૂન્યમાં હું ખુદને પારાવાર ભાસુ છું
વિશાળ બ્રહ્માંડ ને એકજ બ્રહ્મતત્વ
કુદરત તુજને તો કલાકાર ભાસુ છું
કેમ થશે મિલન તારું ને મારું ઓ ઈશ
હું છું આકાર ને તુજને નિરાકાર ભાસુ છું
'વિભુ'(13/11/19)
અછાંદસ રચના
વિભા પટેલ પંડ્યા