✍ માઈક્રોફિક્શન
"મુનશીજી, પિતાજીનું ચસકી ગયું છે. એકની એક વાત બોલ્યા કરે છે." આટલું કહી યુવાન શેઠ જુના ચોપડા તપાસવા માંડે છે, ત્યાં એક લખાણ ભરેલ ચોપડો મળે છે, પણ; વાક્ય એકનું એક જ હતું. જેના વિશે #મુનશી દ્વારા જાણવા મળે છે કે, યુવાન શેઠે બાળપણમાં બોલેલ શબ્દોનું તમના પિતા દ્વારા કરેલ લખાણ હતું.
વાક્ય હતુ; #'બાપા કાગડો.'
✍ રાજવીર