દરેક પ્રકારના Problems નું એકજ Solution
વાંચતા પહેલા એક ખાસ સૂચન : પોતાન મનમાં રહેલી દરેક પ્રકારની માન્યતાઓ અને પૂર્વાગ્રહોને છોડીને જો વાંચશો અને સમજશો તો જ આ વાતનું રહસ્ય સમજી શકાશે...
જન્મથી મૃત્યુ સુધીની યાત્રામાં દરેક મનુષ્યને "સુખ અને દુઃખ", "સફળતા અને નિષ્ફળતા", "શાંતિ અને અશાંતિ"આનંદ,ઉદ્વેગ, જેવી અલગ અલગ પ્રકારની ઘણી બધી ઘટનાઓ અને અવનવા અનુભવોમાંથી પસાર થવું પડે છે, તથા અનેક પ્રકારના Problems નો સામનો કરવો પડે છે...
આ જીવન યાત્રાને દરેક માણસો પોતાની જવાબદારી કે ફરજ, તો કોઈક પોતાના વડીલોની આજ્ઞા કે પૂર્વજોનો વારસો , તો કોઈક પોતાનું ભાગ્ય , અને કોઈક પૂર્વ જન્મની કઠણાઈ સમજીને અલગ અલગ રીતે પૂર્ણ કરે છે...
આદિ માનવથી લઈને અત્યાર સુધી દરેક મનુષ્ય પોતાની જીવન યાત્રામાં આવતા Problems ને Solve કરવા માટે અવનવા ઉપાયો, નુસખા કે સંશોધનો કરતો આવ્યો છે અને કરતો જ રહેશે....... જેનું ફળ આપણી નજર સમક્ષ છે, જેમ કે અનેક સુવિધા સભર અનેક પ્રકારના જીવન ઉપયોગી સંસાધનો, જેમકે Medical science, Engineering, Aerospace, Satellite, Nanotechnology, Information technology, Robotics, Artificial Intelligence, Neuroscience, Virtual Reality, 3D Printing, Enertainment & Social media વગેરે વગેરે ઘણું બધું જે આપણે સૌ સારી રીતે જાણીએ છીએ ....
પરંતુ મોટો સવાલ એ છે કે આટલું બધું કર્યા પછી પણ માણસને સુખ,શાંતી ,આનંદ કે સંતોષની પ્રાપ્તિ થઇ છે? પણ શું ખરેખર આપણાં Problemsનું સોલ્યૂશન થયું છે ?
ના જ થાય!....કારણ કે....માણસે પોતાને કુદરત કે પ્રકૃતિ પાસેથી પ્રાપ્ત થયેલી અને પ્રકૃતિ સાથે અનુકૂળ થવાની શક્તિને ભૂલીને હંમેશા પ્રતિકૂળ થાવાનાં જ પ્રયત્નો કર્યા છે....એટલે....આટલા બધા સંસાધનો અને સુવિધાઓ,મનોરંજનના વિવિધ માધ્યમો હોવા છતાંય માણસને, હજુપણ શાશ્વત સુખ અને શાંતિની પ્રાપ્તિ તો નથી જ થઈ...
તો હવે સમજી શકાય કે આપણા જીવનમાં આવતા દરેક પ્રકારના Problems નું સોલ્યૂશન એજ છે કે...
પોતાની પ્રકૃતિ અને સામે આવેલી પરિસ્થીને સમજીને તેને અનુરૂપ થઈએ અને "કુદરત(ભગવાન) સાથે એકરૂપ થઈએ" એજ....દરેક Problems નું સોલ્યૂશન છે...
નોંધ : જો આ વાતનું રહસ્ય સ્વપ્રયત્નથી ના સમજાય તો તમારા સવાલ ને E-mail દ્વારા મોકલી શકો છો...
ચિંતન...
chintann@icloud.com