મને તો હજુય યાદ છે...!!
(A story of feelings)
न जाने कौन सी दौलत, छुपी है अल्फ़ाजो में,
बातो ही बातो में, दिल खरीद लेते है,वोह ।
મને, બરાબર યાદ છે...!!
એ વખતે તારી ઉંમર માત્ર સતર વર્ષ ની હતી અને હું હતો, એન્જિનિયરિંગના પહેલા વર્ષમાં
એક રીતે કહીએ તો સાવ મુગ્ધ વયે આપણે પ્રેમ માં પડ્યા હતા .ખરું ને..!!!
તને યાદ છે...!!
એક વાર એપાર્ટમેન્ટ ની સીડી ના પગથીયા પર સાવ અડોઅડ , બંને બેઠા હતા..ત્યારે જાણે કે હુકમ કરતી હોય એ રીતે તે મને કહેલું..
"જો,સાંભળી લે, નીલ,
"હું લગ્ન કરીશ તો તારી સાથે જ,અને હા...!!
"જો ઘર ના વિરોધ કરશે તો આપણે ભાગી ને લગ્ન કરી લઈશું"....
"નીલ,ચાલ ને, આપણે લગ્ન કરી લઈએ...!!
લગ્ન નો અર્થ અને જવાબદારીઓ ને સમજવા માટે નાદાન કહી શકાય એ ઉંમર માં તે કરેલી આ ગંભીર વાત થી શરૂઆત માં તો મને હસવું જ આવી ગયું હતું..
પણ,તને યાદ છે...!!
તું નારાજ ના થાય એટલા માટે જ મે મારું હસવાનું રોકી ને એક બાળક ને સમજાવતા હોય એ રીતે તને કહેલું...કે,
"જો, મીની, લગ્ન એ કોઈ વિધિ માત્ર નથી કે જેમાં ફક્ત આપને બંને જ ખુશ થઈને,એમાં તો આપણા બંને પરિવાર ની ખુશીઓ નો પણ સરવાળો કે ગુણાકાર થવો જોઈએ"..
"બે વ્યક્તિ ના મિલન નો અવસર, એની સાથે જોડાયેલ, દરેક વ્યક્તિ ના આનંદ અને ઉલ્લાસ નો અનેરો ઉત્સવ બની રહેવો જોઈએ"..
"પરિવારજનો ના વિરોધ વચ્ચે ભાગીને લગ્ન કરવા એ નાદાની કરતા કાયરતા વધુ કહેવાય".
અને, મને હજુય યાદ છે...મીની, કે,
મારી આ સુફિયાણી વાતો થી થોડીવાર માટે તો, તારું મ્હો પડી ગયું હતું..ઉંમર ની આપરીપકવતા ને લીધે તારા ચેહરા પર ઉપસી આવેલી નિરાશા ના ભાવ ને હું સ્પસ્ટ વાંચી શકતો હતો.
.
તને યાદ છે...!!
મારી વાત સાંભળીને તો ,લગભગ રડવા જેવી થઈ ગઈ હતી તું,
જો કે, સાચું કહું તો...
તને આ કહ્યા પછી,મને પણ એમ થયું હતું કે, આ રીતે તારી લાગણી કે અરમાનો ને ઠેસ પહોંચાડવા નો મને કોઈ અધિકાર નહોતો...
છતાં પણ, મારી સમજણ કરતાં પણ મોટી વાત મે તને કહી દીધી હતી...
તારા ચેહરા પર ની ઉદાસી કહેતી હતી કે,તને મારી આ વાત જરાય ગમી નહોતી..
થોડી વાર માટે તો વાતાવરણ માં મૌન છવાઈ ગયું હતું....
પણ પછી,તને યાદ છે...!!
"મને તો,હજીય યાદ છે...", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!