યુગોથી રહી જેની તલાશ, કાશ! એવું કોઈ મળી જાય;
હવે બાકી ન રહે કોઈ આશ, કાશ!એવું કોઈ મળી જાય.
વર્ષા બની લાગણીઓની જે ભીંજવે મારાં મનનું ખેતર;
અંતર સુધીની આપે ભીનાશ, કાશ!એવું કોઈ મળી જાય.
પ્રેમનો ઠંડો વાયરો ફૂંકી જે શીતળતા વરસાવે અનોખી;
ધૂળ બને આ દુઃખોની લાશ, કાશ!એવું કોઈ મળી જાય.
એમના કોમળ હાથમાં રહે મારા પ્રેમ તણી રેશમી રાંશ;
દિલની વાડીમાં પાડે ચાશ, કાશ!એવું કોઈ મળી જાય.
રોજ સાંજે એમનો સાથ અને હાથમાં હાથ હોય મારા;
અને થાય મારા દિલને હાશ! કાશ!એવું કોઈ મળી જાય.
"આર્યમ્"