"સૌગાદ" જીવન ની ગઝલ ગાવી હોય તો, જીવનમાં સૂર, તાલ,લય જોઇએ. જમાનામાં દર્દીલુ ગીત ગાવા, જીવનમાં ઝંઝાવાત જોઈએ. ન મળે કયાંય કિતાબોમા, એવા અહીં ખયાલો જોઈએ. અજવાળું આપવા અન્ય ને,દીપકે જાત જલાવી પડે છે. સુવાસ પાથરવા જિંદગી ની,ફૂલો ને પણ મસળાવુ પડે છે. ઈશ્વર નથી છૂપાયો કયાંય, મંદિર કે મસ્જિદમા, એને ખોળવા ખોળિયું ખેલદિલ જોઈએ. ચૂમે છે કદમો એનાજ સફળતા, જે જિંદગી ને વહેતી મૂકે છે પરિશ્રમ ના પૂરમાં. જિંદગી ને ટોચ પર નિહાળવા, આગવી દૃષ્ટિ જોઇએ. નીલકંઠ બની પૂજાવા માટે, આકંઠ વિષપાન કરવું પડે છે. સાચી વાત જમાનાને કહી શકે, તેવી કલમમાં તાકાત જોઈએ. ધ્રુવ તારક બની ચમકી શકે આ જગતમાં , "ગીતા" ને એવા ગ્યાનની "સૌગાદ" જોઇએ.