વરસાદ ને ક્યા એવી ખબર હોય તો...
અમને એના આગમન માત્ર થી તારી યાદ હોય બસ...
વાદળો હોય પણ વરસે નહી એટલે...
આંખો વરસી રહી હોય બસ...
વાવાઝોડા સમ તમે જયારે પણ આવે...
જીંદગી અસ્તવ્યસ્ત હોય બસ...
હોઠ ને ઘણુંય મલકાવું હોય
પણ તમારો ચહેરો કયારેય સામે ન હોય બસ...
જીંદગી ને મન ભરી માણવી હોય
પણ સાથ એ તમારો હાથ પણ ન હોય બસ...
વરસાવો પ્રેમ તમારા પર અનરાધાર હોય
પણ કયારેક આપણે સાથે જ ન હોય બસ...