પ્રતિ પળ પ્રકૃતિ માં, વિખરાય છે,
મનના માંડવે, તરંગો વિખરાય છે;
હોંશ માં " હું" નથી, સત્ય એટલું,
બેહોશી માં જિંદગી, વિખરાય છે;
ગુણો માં પરિવર્તન, વ્યાજબી ને,
ગુણોમાં વર્તન મારું, વિખરાય છે;
સરકતું રહ્યું છે, સનાતન સત્ય માં,
અનુભૂતિ ઈન્દ્રિયો ની, વિખરાય છે;
તર્કની તકરારમાં, રહી છે,અજ્ઞાનતા,
આનંદ વગર નું જીવન, વિખરાય છે;