"વિશ્વ મિત્ર"
મારી યુગો ની અવકાશ યાત્રા ,જાણે છે વિશ્વ હું છું મિત્ર. મારા ના મો વેદો વખાણે ,ગાથા ગાએકવિ પુરાણો.નહી દુનિયામાં મારા જેવો કોઈ લોકસેવક,
મળે નહીં બીજો મૂકસેવક.હું અદિતિ નોપુત્ર આદિત્ય, જાળવુ દિવસ રાતનું સાતત્ય.ધરતી, આકાશ, સમંદર સારા રોશન કરું પ્રકાશથી મારા.શક્તિ નો અખંડ અવતાર, ટેકનોલોજી માં હરદમ સોલાર.મારો અગ્નિ પ્રાણાગ્નિ, મારો પ્રકાશ પોષણ, ગુસ્સા થી આંખ લાલ કરું તો દરિયો કરું શોષણ.રીઝુ ત્યારે ધરતી પર વરસાવુ મોતીધારા.હું નભમંડળ નો તેજસ્વી તારો, સમગ્ર વિશ્વ ને લાગું પ્યારો. "ગીતા"