?" થોડો પ્રેમ છે : "?
જાણી બુજીને તમે અળગા હાલ્યા ,
તોય પાલવ અડ્યાનો અમને વે'મ છે !
સાવ રે સફાળા તમે ચમકી ઉઠયા ને ,
પણ ઠીક થઈ પૂછ્યું કે કેમ છે !
આટલા અબોલા પછી આવો સવાલ !
કહો કેમ કરી ઉથલવું પાનું ,
મૂંગા રહીએ તો તમે કારણ માનો ,
અને હોઠ ખોલીએ તો બોલવાનું બાનું ,
હુંતો બોલીશ પણ માનશો તમે કે ;
દુનિયા અમારી હેમખેમ છે ,
અરે દુનિયાની વાત મૂકો ,
માનશો તમે કે ;
આપણી વચ્ચે હજી થોડો પ્રેમ છે !!!!
-(Ashok Chavda)