? અડધી રાતે..?
કોણ મને upset કરે છે અડધી રાતે !
શબ્દો વિના chat કરે છે અડધી રાતે !
વ્હાલ અને વડછડનાં વનમાં રમતા'તા એ-
પળ-પળ ને update કરે છે અડધી રાતે !
એકદંડિયા મ્હેલ મહી તું એકલવાશી ,
તોય તને ત્યાં net મળે છે અડધી રાતે !
આ મારા હૈયાનું મારે શું રે કેહવું ?
ગમતું ગમતું set કરે છે અડધી રાતે !
-(Ashok Chavda)
???