શું વાવ્યા છે ખેતર માં પથ્થરો તે ?
વર્ષે પણ સપનાઓ જોઈ નથી શકતો
તમે સળગાવી દીધી મીણબત્તી ઘર સામે
રાતભર નજર ત્યાંથી હટાવી નથી શકતો
ના પૂછશો હાલ તમને મળ્યા પછી નો
છે વાત એવી કે બતાવી નથી શકતો
જોશો નાં ડાયરી મારી, અનમોલ છે ત્યાં કશુંક
દબાવી છે મિલકત ત્યાં, જે લૂંટાવી નથી શકતો
કમનસીબે રસ્તામાં ઘર આવે છે એમનું
એને હું વિસામો કહી નહીં શકતો.
પ્રકાશ જાદવ