જિંદગી માં ઝીણા ઝીણા દર્દ માં જીવીએ,
ઝખ્મો ને જરાક વીણી વીણીને, જીવીએ;
ખામોશ દ્રષ્ટિમાં ખોડાઈ ને, રહી જવાનું ને,
અનિમેષ દ્રષ્ટિ માં, ફીણી ફીણીને, જીવીએ;
કોઈ રહેમદિલ , વરસી જાય, સ્નેહ છાંટણા,
ઉઘાડ માં અનંતને ચાહી ચાહીને, જીવીએ;
તાળીઓના ગડગડાટ માં, ખોવાઈ જવાય ના,
હસતાં રમતાં પછીથી ,વાહ વાહીને જીવીએ;
ફકીરી હાલના લિબાસમાં, રંગ એ નૂર મહેફિલ,
રૂહાની આલમમાં દિલ, શહેનશાહીને જીવીએ;