રોજ રોજ શબ્દોની, માયાજાળ શું?
ભાવ અભિવ્યક્તિ વિનાની વાત શું?
ટેવાયેલા, વાંચવાને , સાંભળવા માટે,
સાર ગ્રહણ થયા વિનાનો, પ્રયાસ શું?
દેખાય છે દેખાદેખી અદેખાઈ પ્રેમ ની,
દેહ અધ્યાસ માં, આત્માનો ક્યાસ શું?
રોકડિયા પરખ છે, સ્વાર્થ માં પરવર્યા,
નિ: સ્વાર્થ નિર્લેપતા, વિનાની જાત શું ?
આનંદ કોઈ બજારૂ ,ચીજ નથી કે મળે,
અનંત અનુરાગમાં, દુઃખ દર્દની ભાત શું?