શૂન્યમાં શબ્દ થઈ ને ,રહેવું ગમે છે;
પ્રેમ નું સ્પંદન થઈ ને, રહેવું ગમે છે;
તોડીને બંધન સઘળા, ભેદભરમ ના,
ઐક્યમાં એકરુપ થઈ રહેવું ગમે છે;
દ્વૈતમાં નિર્વાહ છે, પ્રકૃતિ સાનિધ્યમાં,
અદ્વૈત અનુભૂતિ માં, રહેવું ગમે છે;
લોભ થોભ ની ,દુનિયાદારી ગજબની,
નિ: સ્વાર્થ ભાવનામાં , રહેવું ગમે છે;
સદૈવ મૌજ મસ્તાની રુહાનિયત માં જ,
આત્મચિંતન માં આનંદ, રહેવું ગમે છે;