ડૂબી ને ખૂદી માં, તરીને જવાનું,
જીવીને ખૂદી માં, મરીને જવાનું;
બચે ક્યાંએ હસ્તિ,નથી હોંશમાં,
ઠરેલા મનોભાવ , ઠરીને જવાનું;
ડરીને ડરીને, ઉપાડે કદમ તું શાને,
હરણ અશાંતિનું, કરીને જવાનું;
ફુલોતો ખિલે છે,ને ગૂંજે છે ભ્રમરો,
ને,આવે જ પતઝડ,ખરીને જવાનુ;
કદી કાળે,વિખરાઈ જાશે જીવન તો,
વસંતો માં આનંદ, હસી ને જવાનું;