શ્યામ ના ભક્તિ રંગે એવી રંગાણી.!
નથી બનવુ મારે રાધા,મીરાં કે રુકમણી.!
નથી રહેવુ બની રુદિયા ની રાણી.!
મારે તો બની રહેવું એમની ભક્તાણી.!
સવૈદ સાંભળવી એમના મુખે થી સંતવાણી.!
શ્યામ સાથે આવી પ્રીત મારી બંધાણી
નથી કયારેય મારા પાપ પુણ્ય ની પોટલી શ્યામ થી સંતાણી.!
હમેશા મારા પ્રભુ યે જ મને સંભાળી.!
નથી પડવા દીધી કોઈ સામે ઝંખવાણી.!