Gujarati Quote in Story by Jimmy Jani

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

30-10-2019 પિતા - એક શિક્ષક

પુસ્તક રુપી સવાલો ના જવાબો તો સ્કુલ ના શિક્ષક સરસ રીતે સમજાવી દે પણ પરીપકવતા મા પ્રવેશ્યા બાદ જે મન મા ચાલતી મથામણો હોય એને તો ચેહરા પર ના હાવભાવ થી ઓળખી ને સ્નેહરુપી શીખ તો એક પિતારુપી શિક્ષક જ આપી શકે.

રાજ ના પપ્પા - (રાજ ના રુમ નો દરવાજો ખખડાવતા) બેટા રાજ, શુ કરે છે ?

રાજ - કઇનઇ પપ્પા બોલો.

રાજ ના પપ્પા - મારે વાત કરવી છે તારી સાથે, બેસી શકુ ?

રાજ - હા બોલો ને.

રાજ ના પપ્પા - (રાજ ની મમ્મી ને) હુ શુ કહુ છુ, થોડી ચા પીવડાવીશ ? રાજ પણ પીશે.

રાજ ના મમ્મી - હા, હમણા લઇ આવુ છુ.

રાજ ના પપ્પા - (રાજ ને) તુ ઓકે તો છે ને ? થોડા દિવસ થી તારો બીહેવિયર અને વોટ્સએપ સ્ટેટ્સ જોતા લાગે છે કઇક તો થયુ છે, પણ તુ કેહતો નથી. સિમરન સાથે બ્રેકઅપ થયુ છે ?

રાજ - હા. અમે હવે અલગ થઇ ગયા છીએ.

રાજ ના પપ્પા - મને લાગ્યુ જ. કાયમ પોતાના હાથ મા ફોન પકડી રાખનાર નો ફોન આજકાલ ગમે ત્યા કેમ પડ્યો હોય છે. જો બેટા રાજ લાઇફ છે ચાલ્યા કરે આવુ બધુ. લાઇફ મા આગળ વધતા રેહવાનુ. તારા તરફ થી તો કોઇ ભુલ નથી થયી ને ?

રાજ - ના. અને જવા દો એ વાત. તમને નહી સમજાય આ લાગણીઓ પપ્પા.

રાજ ના પપ્પા - હા એ વાત સાચી. તારી ઉંમર મા મને પણ આટલો જ એટ્ટીટ્યુડ હતો પણ...

રાજ - પણ ?

રાજ ના પપ્પા - પણ હુ ઠોકર વાગતા પેહલા સમજી ગયો.

રાજ - એટલે શુ તમારુ પણ કોઇ સાથે અફેર હતુ ?

રાજ ના પપ્પા - ના. તારા જેવુ નહી પણ મારી વાત થોડી અલગ છે. હુ કોલેજ મા હતો ને ત્યારે મારી સાથે બસ મા બીજી કોલેજ ની એક છોકરી અપડાઉન કરતી. રોજ આવતી હુ એને રોજ જોતો અને એટલી રુપાળી હતી કે પછી મને એ ગમવા લાગી. ક્યારેક એ કે હુ બસ ચુકી જતા તો હુ એને જોવા માટે એની કોલેજ જતો એ પણ 10 કિલોમીટર દુર. પછી તો રોજ એની કોલેજ જવાની આદત પડી ગઇ. એ કોલેજ ના ગેટ મા એન્ટર થાય કે તરત જ હુ એની સામે થી નિકળતો, એ બતાવવા કે હુ ફક્ત એને જ જોવા આવ્યો છુ. ક્યારેક એ હસતી તો કયારેક ના હસતી. પછી ઓળખાણ થયી અને પછી અમે બંને રોજ મળવા લાગ્યા.

ઘર મા વાત કરવા નો જ હતો પણ મને થયુ કે એને તો પુછી લઉ કે એના મન મા શુ છે મારા માટેે. પછી મે એને પ્રપોઝ કર્યું. પણ તેને વિચારવા 1 દિવસ નો સમય માંગ્યો. તો મે તેને તેજ વખતે એક સવાલ કર્યો કે "તુ મારા માં-બાપ ને સાચવી શકીસ ?" તેને કીધુ હુ પ્રયત્ન કરીશ.

સાચુ કહુ તો મને એનો અા જવાબ અયોગ્ય લાગ્યો. પછી_બીજે_દિવસે_જ્યારે_એ_મને_મળી_ને_કઇ_બોલે_તે_પેહલા_જ_મે_તેને_કીધુ_કે_સોરી_હુ_મારુ_પ્રપોઝલ_પાછુ_લઉ_છુ. એમ કહી_અને_હું_ત્યાંથી_નિકળી_ગયો. ત્યારબાદ_હુ_તેને_જોવા કે_મળવા_ક્યારેય_ગયો_નથી.
પછી_તારી_મમ્મી_મારી_કોલેજ_માં_ફર્સ્ટ_ઇયર_કરવા_આવી.એ_પણ_મારી_બસ_માં_જ_આવતી.થોડા_મહિના_માં_અમારી_ઓળખાણ_થયી_ગયી_અને_પછી_અમે_સારા_મિત્રો_પણ_બની_ગયા_પછી_એ_મને_ગમવા_લાગી.આખરે_મે_તેને_પણ_પ્રપોઝ_કરી_જ_નાખ્યુ.જોકે_તેને_મને_તરત_જ_હા_પાડી._પછી_મે_એને_એજ_સવાલ_પુછ્યો _કે "તુ મારા માં-બાપ ને સાચવી શકીસ ?"તેને એટલી ચતુરતા થી જવાબ અાપ્યો કે"માં_બાપ કઇ વસ્તુ થોડી છે કે તેમને સાચવવા ના હોય એ ભગવાન ની જગ્યા એ અાવે એમને તો પુજવા ના હોય"

બસ_આ_જવાબ_સાથે_જ_મને_મારી_અપેક્ષાઓ_કરતા_બધુ_જ_વધારે_મળી_ગયુ_હોય_એમ_લાગ્યુ_અને_અમે_પરણી_ગયા.

જો_બેટા_ઠોકર_વાગશે_તો_જ_ભુલ_સમજાશે_અને વધારે_સારૂ_મેળવવા_ની_જીગ્નાશા_જાગશે.

Gujarati Story by Jimmy Jani : 111279299
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now