માઇક્રોફિક્શન : બાઈક
એ દીપલી, આ તારા રાજુડાની બાઈક મૂક અને આ મારી નવી નક્કોર ગાડીમાં આવ, અહીં તારા રૂપને સાચવવા એસી છે, બાઇકની ધૂપ નથી.
એ જયલા, રાખ તારી ગાડી તારી પાસે, એમાં તારું અભિમાન દેખાય છે. મને ખુશ રહેવા રૂપની નહીં રાજુડાના પ્રેમની જરૂર છે.
-મહેન્દ્ર 'પ્રેમી'