કદીક મન તો , કદીક તન બોલે છે,
વાણી ના વિરામ માં મૌન બોલે છે;
શબ્દ માં શું તોલવાનું છે ,ભાવ થી,
અંતરંગ શૂન્ય માં, આનંદ બોલે છે;
બેહદમાં જીવતા રહ્યા છે બેહિસાબ,
હદ માં દુનિયાદારી, કમાલ બોલે છે;
અબોલા હોય, સ્વભાવિક રિસામણા,
મનામણાં માં કદી, દિલ્લગી બોલે છે;
હું હું તું તું, માં ઝઘડો, ઉદાસીનતા ને,
આનંદમાં પ્રેમથી,નયન કટાક્ષ બોલે છે;