Gujarati Quote in Poem by મોહનભાઈ આનંદ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જન્મ અને મૃત્યુ , અનિવાર્ય છે, કૃષ્ણ કહે,
કર્મ નીજ સ્વભાવે,અનિવાર્ય છે, કૃષ્ણ કહે;

કર્મ અકર્મ વિકર્મ , ગતિ કર્મો ની અવશ્ય છે,
ક્રિયમાણ કર્મ અહીં,અનિવાર્ય છે, કૃષ્ણ કહે;

સંચિત ભાથું છે, સંસ્કાર નો ઢગલો આપણો,
પ્રારબ્ધથી ભોગવવા,અનિવાર્ય છે, કૃષ્ણ કહે;

સકામ નિષ્કામ કે, ભાવ અભાવ માં કર્મ ખરે,
મુક્તિ ચાહે અનાસક્તિ,અનિવાર્ય , કૃષ્ણ કહે;

સર્વ સંકલ્પ તણો ત્યાગ ,કહ્યો છે સંન્યાસ ને,
ત્યાગીને ભોગવવું ધર્મ,અનિવાર્ય છે, કૃષ્ણ કહે;

સત અસતની વ્યાખ્યા કરવી અઘરી માયા માં,
શરણાગતિ માં આનંદ, અનિવાર્ય છે, કૃષ્ણ કહે

==={{{={{}}==}}==={{{={{}}==}}===

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111279088
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now