છે તાર તાર જોડાઈ , એકતાર છે,
ઈલ્મ રૂહાનીયત, મરહમી સાર છે;
એક થી જોડાવું, ખુદમાં જ ખોડાવું,
અદ્ભુત લીલા,મન ની જોરદાર છે;
હદ માં રહેવું, બેહદ માં જીવન બધુ,
દુનિયાદારી આલમનો આ પસાર છે
ઝખ્મો છે તાજા, દર્દ એહસાસ પણ,
કુરબાન દિલ સદાય , ખાતું માર. છે;
ગુજરી ગયા દિવસ , વસંત બહારના,
આનંદ, પતઝડ અહીં , અપરંપાર છે;