પારેવડાં ની જેવું,આ ગભરૂ ચિંતન છે,
મનમાની ચાહતોનું જ ,ગભરૂ ચિંતન છે;
સદૈવ ડરીને ચાલવાનું. ,રખે ભૂલ થાય,
મનને મનાવવા માટેનું ,જબરૂ ચિંતન છે;
હું જ હયાત નથી, ને હું કરીને ગર્જના,
હું પણાની થી અજાણ ,નવરૂ ચિંતન છે;
ખોખલો છે માનવી, ભીતરથી ભયભીત,
પ્રિતની પ્યાસનું રણે, અવાવરૂ ચિંતન છે;
ખૂમારી ખોઈ નાખી, જીંદગી જાણી નહીં
આનંદ પામ્યા વિનાનું,એ અધૂરૂ ચિંતન છે;