હરખના હૈયે બાંધ્યા છે તોરણ
જાણે પ્રેમના પ્રસંગમાં મળ્યા હો સૌ જણ
દુઃખ ભરી અંધારી રાતો છે અજવાળી
આવી દિવાળી... આવી દિવાળી
રંગ ભર્યા સપનાઓની પૂરી છે રંગોળી
મનના મતભેદોની આજે કરો હોળી
કટુતા,વેરઝેર, ઈર્ષાને દો બાળી
આવી દિવાળી... આવી દિવાળી
ખુશીઓ વહેંચતા રહીએ સદાયે
દિપક બની કોઈના જીવન અજવાળીએ
ભાવથી હૃદયને દઈએ પીગાળી
આવી દિવાળી... આવી દિવાળી
નવું વરસ નવી આશા ને છે નવો દિવસ
એક વિચારે એક ઉચ્ચારે બનો સમરસ
નજર બને સૌ તરફ હેતાળી
આવી દિવાળી... આવી દિવાળી
વિનય પટેલ