દિવાળી જરૂર ધામધૂમથી મનાવજો;
ગરીબ ના પણ સૂનમૂન ચહેરા પર ધ્યાન આપજો;
થોડા પૈસા એ ગરીબ માટે પણ બચાવજો;
થઈ શકે તો એમની સાથે પણ ખુશી વહેચજો;
એક દિવડો એમના ઘરે પણ પ્રગટાવે જો;
એ ગરીબ પણ ખુમારી થી જીવશે જો,
તમે એમની બનાવેલી વસ્તુ ખરીદ જો;
મીઠાઈ થી મો મીઠુ ગરીબનુ કરાવાજો;
થોડી દિવાળી ની ખરીદી એ કરી શકે એ આશા અપાવજો;
એમના બાળકો ફટાકડા ફોડી શકે એવુ કરજો;
દિવાળી હોય એમને પણ અહેસાસ કરાવજો;
મળે જો સમય તો નવા વષૅ ના અભિવંદન
એમને પણ પાઠવજો;
ઘર એમના પણ સજાવજો
કયારેક ગરીબ ને પણ ઘરે આવવા નો મોકો આપજો;
આમાં,,હષૅ ઉલ્લાસ સાથે દિવાળી ગરીબ સાથે મનાવજો;