✍સ્મરણ✍
વિસરાયેલી વાતો નું આજ સ્મરણ થયું,
ઘણી જૂની વાતો નું મન માં ભ્રમણ થયું,
યાદ આવ્યા એ બાળપણ ના દિવસો,
જેમાં મોટા થવાનું સપનું જોયું, સ્મરણ(1)
મિત્રો સાથે બંધાયેલી છે યાદો ઘણી,
યાદ કરતા જાણે અનુભૂતિ થાય આનંદ તણી,
મોટપે મને અહેસાસ કરાવ્યો કે, મારા માટે તે તારું બાળપણ ખોયું,. સ્મરણ(2)
નાની નાની વાતો માટેની લડાઈ ત્યારે મોટી હતી,
ખબર ના પડતો દોસ્તી નો અર્થ,
છતાં મિત્રતા ખોટી નહોતી,
સ્માર્ટ ફોન સ્વરૂપે માત્ર નોકિયા નું ડબલું જ ત્યારે જોયું,. સ્મરણ (3)
મમ્મી જ્યારે કાન પકડી ને ઘરમાં લાવતા,
ત્યારે રમવા માટે અમારું હૃદય ખૂબ રોયું,
હવે એવું લાગે છે જાણે બાળપણ જ નહીં,
અમે અડધું જીવન ખોયું,. સ્મરણ (4)
આજ એવું લાગે જાણે આનંદ રૂપી પાંદડું હૃદય માં પ્રવેશી ગયું,
વિસરાયેલી વાતો નું આજ સ્મરણ થયું....
?DAVDA KISHAN.