શબ્દ નું નાનકડું , ઘર મારું છે,
સ્વર વ્યંજન નું સ્વરૂપ તારું છે;
ભાવ ઊર્મિમાં , ઠાલવી ઉભરા,
સંબંધો માં બાંધવું એ મારું છે;
રોકી લેશે શ્વાસ માં, ચૈતન્યમય,
સ્તંભિત મૈત્રીપૂર્ણ કામ તારું છે;
મેળાવડો ,મન ક્યાંક મળી જાય,
તન મન પાર શૂન્ય ઘર અમારું છે;
મૌનલિપ ચિતરતુ , સદૈવ આંખે,
આનંદ સ્વરૂપ , ગજબ તમારું છે;