હાલ એ દિલ , હુશ્ન માં પધારી જૂઓને,
ઝગમગી છે, જાત ઓગાળી જુઓને;
મેલ્યો છે અહં ,કોરાણે શરણં થઈને અમે,
દિલ એ નૂરાની,ખૂશ હાલ છે તમે જુઓને;
ભેદભરમના પડદા ઓ ચીરીને, અદ્વૈત માં,
અંતરંગ શૂન્યમાં શબ્દ,પ્રેમ સ્વરૂપ જુઓને;
વિખરાઈ જશે વાદળો , વિરહ માં બાંધેલા,
ધોધમાર વરસી હ્દયમાં,જરા ભળી જુઓને
આનંદ સ્વરૂપ છે હકીકતમાં, સામ્રાજ્ય એ,
અનંત ની ચાહતમાં, રાહ વફા ચાલી જુઓને